ફેસબુક નો નવતર ઉપયોગ

મિત્રો,ઘણા લાઁબા સમય પછી આ પોસ્ટ લખી રહ્યો છુ.તારીખ ૨૪.૧૧.૨૦૧૩ ના રોજ રાજ્કોટ એંજીનીયરીંગ એસોશીયેશન હોલ ખાતે એક સરસ મજાનો સેમીનાર યોજાય ગયો અને આ સેમીનાર મા આશરે ૩૦૦ જેટલા લોકો આવેલા..જેમાના દરેક ને ફેસબુક ના માધ્યમ થી Dinesh Tilva,Murtaza Patel & Jayesh Radadiya દ્વારા આમ્નત્રણ આપવામા આવેલુ.આ સેમીનાર ના મુખ્ય વક્તા અને માર્કેટીંગ ગુરુ ,Murtaza Patel  ખાસ Cairo,Egypt થી આવેલા .રાજકોટ મા કદાચ સૌપ્રથમ વખત ફેસબુક ના માધ્યમ થી આ ઇવેંટ યોજાય ગઇ એ તેની ખાસ વિશેષતા હતી.

આજે એક બાજુ ઘણા લોકો મા Internet & Facebook વિષે ગેરસમજ ઉભી થયેલી છે ત્યારે આ નવતર પ્રયોગ થી લોકો મા કુતુહલ જાગ્યુ છે.આ ઇવેંટ મા Sanjay Rathod જેવા Social Media Expert પણ હતા તો Jay Vasavada જેવા ખુબ જ ખ્યાતનામ લેખક અને વકતા પણ આવેલા હતા.વળી આ સેમિનાર નો વિષય પણ તદન અલગ જ હતો Lifestyle with Internet  Marketing.ખરેખર જો ફેસબુક ના ઉપયોગ થી આવી ઉપયોગી ઇવેંટ નુ આયોજન થતુ રહે તો દરેક ઉમર ના લોકો પોતાનુ ગ્યાન અરસ પરસ વ્હેંચી શકે અને પોત પોતાના કાર્ય ક્ષેત્ર મા ખુબ જ આગળ વધી શકે.

ખરેખર તો આજના જેટ યુગમા દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન હોય જ છે પરંતુ વ્યક્તિ સ્માર્ટ હોતા નથી.જો કોઇ પણ માણસ ધારે તો ઇન્ટરનેટ ના માધ્યમ થી પોતાના બિજ્નેસ મા ખુબ જ આગળ વધી શકે છે,સમાજને  ઉપયોગી થૈ શકે છે…

અહી આપેલા પેઇજ ની મુલાકાત આપને વિચારતા કરી મુકવા માટે પુરતી છે,જ્યા એક વિધ્યાર્થી એ નકામી વસ્તુ માથી ઘર ઉપયોગી વસ્તુ કેવી રીતે બનાવી શકાય તે ચિત્રો દ્વારા સમજાવેલ છે. આ બધૂ કરવા માટે આપને જરૂર છે અત્યારે જ અમલ કરાવીને,આપની કળાને લોકો સમક્ષ ઇન્ટરનેટ દ્વારા મુકવાની…વધારે વિગતો માટે આપ નીચે આપેલ કોમેન્ટ બોક્સ મા આપનો મેસેજ મુકો અથવા તો મને ફેસબુક દ્વારા સમ્પર્ક કરી શકો છો..

 

 

Leave a comment