લીલાં મરચાંનો આઈસ્ક્રીમ – ગુણવંત શાહ

સાહિત્યકાર : ગુણવંત શાહ

સ્વસ્થ જીવનની ઝંખના રાખનારા સૌને માટે ખાસ વસાવવા અને વાંચવાલાયક તથા મિત્રો, સ્વજનો અને પરિવારને ભેટમાં આપવા લાયક અદ્દભુત પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકની 12થી વધુ આવૃત્તિઓ થઈ છે અને તેની 39,000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]

આપણાં દેશમાં જેટલાં ટીવી છે એટલાં ટૉઈલેટ નથી. જે ઘરમાં ટૉઈલેટની સગવડ ન હોય તે ઘરમાં પણ ક્યારેક ફ્રીજ હોય છે. દેશમાં કોકાકોલા જેવાં ઠંડા પીણાં જેટલાં પિવાય છે, તેટલા પ્રમાણમાં છાશ નથી પિવાતી. તાજી છાશ બધી રીતે પૌષ્ટિક છે. ટીવી પર તાજી છાશની જાહેરખબર કદી નહીં આવે. જાહેરખબર તો તે જ ચીજની આવે, જેના વગર આપણું કશુંય નહીં અટકે.

કાવ્યશાસ્ત્રમાં ‘વિરોધાભાસ’ અર્થાલંકાર છે. જેમાં માત્ર દેખીતો વિરોધ પ્રગટ થતો હોય છે. આપણા સમાજમાં આવા અર્થાલંકારોની ખોટ નથી. જે સમાજમાં ધાર્મિક સ્થાનકોની સંખ્યા પ્રાથમિક નિશાળોની સંખ્યા કરતાં ઘણી વધારે હોય ત્યાં ગરીબોની સંખ્યા ધનવાનોની સંખ્યા કરતાં ઓછી શી રીતે હોઈ શકે ? અહીં માથાં પણ ફૂટે અને બૉમ્બ પણ ફૂટે. અહીં પાણીની પરબો ઘટતી જાય છે અને મધુશાલાઓ વધતી જાય છે. વ્હિસ્કીની જાહેરખબર સાથે યુવાનોને જોશ ચડે એવા સ્વરમાં શબ્દો ટીવી પરથી વહેતા થાય છે : ‘કુછ કર દિખાના હૈ’. ગુટખા અને ગૉળપાપડી વચ્ચેની ટક્કરમાં ગુટખા જીતી રહ્યા છે. હવે નવો ગુટખો બજારમાં આવ્યો છે, જેનું નામ છે : કારગિલ ગુટખા. યુદ્ધમોરચે શહીદ થયેલા જવાનને કૉલેજિયન યુવાનો ગુટખા ખાઈને અંજલિ આપી રહ્યા છે. ગુજરાતમાં ગાંડા બાવળોનો વિસ્તાર વધતો જાય છે અને ઘેઘૂર વડલાઓની શોભા ઘટતી જાય છે.

વડોદરામાં હવે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ બજારમાં મળે છે. લીલાં મરચાંને શુદ્ધ ઘીમાં સાંતળીને ક્રશ કર્યા બાદ આઈસ્ક્રીમમાં ભેળવવામાં આવે છે. સાંભળવા મળ્યું કે સુરતમાં ભિંડા, કારેલાં અને ટીંડોળાનો ઉપયોગ પણ આઈસ્ક્રીમમાં કરવામાં આવે છે. એ જ રીતે ફળફળાદિમાં સક્કરટેટી, તડબૂચ, જાંબુડા, દ્રાક્ષ, લીંબુ, સીતાફળ, કેરી અને પાઈનેપલ તો આઈસ્ક્રીમમાં ભળી ચૂક્યાં છે. જીવનની માફક આઈસ્ક્રીમમાં પણ શું શું ન ભળી શકે ? વાત સાચી છે, તોય લીલાં મરચાંનો આઈસ્ક્રીમ હોઈ શકે તે વાત મનમાં ઝટ બેસતી નથી. ‘શરીફ બદમાશ’ જેવો એ વદતોવ્યાઘાત ગણાય. માધુર્ય વળી તીખું હોઈ શકે ?

વૈરાગ્ય અને વૈભવ કોઈ સાધુના જીવનમાં જણાય ત્યારે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ યાદ કરવો રહ્યો. કાલે ઊઠીને તમાકુનાં ભજિયાં ખાવાનું શરૂ થાય એ અશક્ય નથી. લોકો ક્યારેક શાંતિથી કંટાળે ત્યારે યુદ્ધને પણ ચેન્જ ગણવા લાગે છે. કશુંક સાવ નોખું-અનોખું માણસને ગમે છે. જબલપુરમાં કપડાંની એક દુકાનનું નામ છે : ‘દિગંબર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાનનું નામ હતું : ‘મહાત્મા ગાંધી પબ.’ કચરાપેટીમાંથી કાચના અને પ્લાસ્ટિકના ટુકડા વીણનારી એક ગરીબ છોકરીનું નામ હતું : રાજેશ્વરી. વડોદરાની એક ઝૂંપડપટ્ટીનું નામ છે : ‘મહારાજા નગર.’ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીનું નામ ‘કુબેરનગર’ છે….
સમગ્ર જીવન વિરોધાભાસથી ભરેલું છે. કોમળતા અને કઠોરતા જીવનમાં અડખેપડખે વસે છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે સહઅસિત્વ જોવા મળે છે. સમાજમાં અખંદ સૌભાગ્યવતી વિધવાઓ પણ હોય છે અને ગંગાસ્વરૂપ ગૃહિણીઓ પણ હોય છે. લોકો શેમ્પૂની બાટલીના આકારને જુએ છે, શેમ્પૂની ગુણવત્તાને નથી જોતા. બહારના દેખાવને કારણે અંદરની વાસ્તવિકતા ઢંકાઈ જાય છે. કારેલું કડવું હોય છે, પરંતુ કારેલાનું શાક ક્યારેક ગળચટું હોય છે. કેરીનું અસ્તિત્વ સ્વાદ અને સુગંધથી ભરેલું છે. કેરી જેવી છે તેવી રહે તેમાં મજા શી ? આવી માનસિકતામાંથી અથાણાંની શોધ થઈ. કેરીનું આયખું ટૂંકું હોય છે, પરંતુ અથાણું લાંબું જીવે છે. માણસની ખાસિયત રહી છે કે જે બાબત જેવી હોય તેવી ન રહેવી જોઈએ. ગુલાબનું ફૂલ કેવળ ફૂલ તરીકે રહે તે માણસને ન ગમ્યું તેથી ગુલકંદની શોધ થઈ. સ્ત્રીમાંથી પત્નીનું સર્જન થયું અને વળી ગણિકાનું નિર્માણ પણ થયું. માણસને કેવળ રમતગમતનું મનોરંજન ઓછું પડ્યું તેથી રમતો સાથે જુગાર જોડાઈ ગયો. જગતના રાજકારણમાં બે જ બાબતો વારાફરતી ચાલ્યા કરે છે : શાંતિ માટેનું યુદ્ધ અને યુદ્ધમય શાંતિ. 1967’68માં વિયેટનામ યુદ્ધ દરમિયાન અમેરિકન લશ્કરે બેનટ્રે નામના ગામ પર સખત બૉમ્બમારો કરેલો. પાછળથી અમેરિકન લશ્કરના અધિકારીએ જણાવેલું કે ‘ગામને બચાવી લેવા માટે’ એમ કરવું જરૂરી હતું.
કઠોપનિષદ તરફથી આપણને બે શબ્દો મળ્યા : શ્રેયસ અને પ્રેયસ. જે કલ્યાણકારી હોય તે શ્રેયસ અને જે પ્રિય હોય તે પ્રેયસ. શ્રેયસ અને પ્રેયસ વચ્ચે બાપેમાર્યાં વેર જામી પડ્યાં. જે બાબતો આપણને પ્રિય લાગે તે બાબતો કલ્યાણવિરોધી જ હોય એવું કહેવામાં આવ્યું. જે કશુંક મનગમતું હોય તેનાથી દૂર રહેવાનો જ ઉપદેશ થયો. માણસની મૂંઝવણ વધી પડી. ગુંડાઓની પજવણી કરતાંય મોટી પજવણી ધર્મના ઉપદેશકો તરફથી થઈ છે. પરિણામે પ્રેમવિરોધી, સહજવિરોધી, આનંદવિરોધી અને જીવનવિરોધી ધર્મના અત્યાચારો વધી પડ્યા. આવો માણસવિરોધી ઉપદેશ અસહ્ય બને ત્યારે શરાબનાં માનપાન વધી જાય છે. ઉપદેશકો માણસને સુખેથી જીવવા દેતા નથી તેથી અંધશ્રદ્ધાનો નશો રાહત આપનારો જણાય છે. એક પતિ મજાકમાં મને વારંવાર કહે છે : ‘મારી પત્ની સંપૂર્ણપણે મારા કાબૂમાં છે. હું એને ઊંચા સાદે કહી દઉં છું કે આજે બધાં વાસણ હું જ માંજી નાખીશ. બિચારી તરત માની જાય છે. ક્યારેક તો હું ગુસ્સામાં આવીને એને કહી દઉં છું કે ખબરદાર, આજે હું જ કપડાં ધોઈશ અને વળી કચરા-પોતું પણ હું જ પતાવી દઈશ. એ બીચારી મને દબાતા સાદે કહે છે કે જેવી સ્વામીની મરજી.’

ક્યારેક લાગે છે કે સમગ્ર સંસાર લીલાં મરચાંના આઈસ્ક્રીમ જેવો છે. મરચાંનો પણ પોતીકો સ્વાદ હોય છે. મધુર, ઠંડા, થીજેલા દૂધનો પણ પોતીકો સ્વાદ હોય છે. બંને ભેગાં મળે તેમાં સમન્વય નથી. પતિ-પત્નીનું કજોડું જીવન વેંઢારતું રહે તેમાં સુમેળનું સૌંદર્ય નથી હોતું. એવું બને ત્યારે બાવાનાં બેઉ બગડે છે. ભગવદગીતામાં બંને બાજુથી રખડી ગયેલા માણસ માટે મજાનો શબ્દ છે : ‘ઉભયવિભ્રષ્ટ.’ નથી સંસાર છૂટતો અને નથી સંન્યાસ જામતો. ગંગા અને જમુના મળે તેને સંગમ કહેવાય, પરંતુ મોટી ગટર ગંગામાં ભળે તેને પ્રદૂષણ કહેવાય. આયુર્વેદમાં પથ્યાપથ્યનો વિવેક અગત્યનો ગણાયો છે. એ જ રીતે વિરુદ્ધ આહાર ત્યજવા યોગ્ય ગણાયો છે. ડુંગળી અને દૂધ સાથોસાથ ન લેવાય. આવી વાત બીજી કોઈ ચિકિત્સાપદ્ધતિમાં નથી થઈ. માણસને વિરોધાભાસ અર્થાલંકાર ગમે છે. એને યુદ્ધની કથા ‘રમ્ય’ લાગે છે. એને આશ્રમોમાં પૈસાની ભરમાર હોય તે ગમે છે. વૈરાગ્ય અને વૈભવ કોઈ સાધુના જીવનમાં જણાય ત્યારે લીલાં મરચાંનો આઈસ્ક્રીમ યાદ કરવો રહ્યો. કાલે ઊઠીને તમાકુનાં ભજિયાં ખાવાનું શરૂ થાય એ અશક્ય નથી. લોકો ક્યારેક શાંતિથી કંટાળે ત્યારે યુદ્ધને પણ ચેન્જ ગણવા લાગે છે. કશુંક સાવ નોખું-અનોખું માણસને ગમે છે. જબલપુરમાં કપડાંની એક દુકાનનું નામ છે : ‘દિગંબર ક્લોથ સ્ટોર.’ લંડનમાં શરાબની દુકાનનું નામ હતું : ‘મહાત્મા ગાંધી પબ.’ કચરાપેટીમાંથી કાચના અને પ્લાસ્ટિકના ટુકડા વીણનારી એક ગરીબ છોકરીનું નામ હતું : રાજેશ્વરી. વડોદરાની એક ઝૂંપડપટ્ટીનું નામ છે : ‘મહારાજા નગર.’ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીનું નામ ‘કુબેરનગર’ છે.

પથ્યાપથ્ય વિવેક જાળવવાની સલાહ આયુર્વેદ આપે છે. સ્વાદનો અનાદર નથી, પરંતુ સહજ સ્વાદની જગ્યાએ જ્યારે અસહજ અતિરેકો થાય ત્યારે કશુંક ખોરવાય છે. આયુર્વેદમાં સ્વાદનો વિરોધ નથી, પરંતુ યોગ્ય આહાર-વિહારનો આદર છે. મરચાંનો આઈસ્ક્રીમ કદાચ ‘વિરુદ્ધાહાર’ સાબિત થાય એમ બને. કોઈ અનુભવી વૈદરાજને પૂછવું સારું. આપણો સ્વાદ આપણા કહ્યામાં હોય ત્યાં સુધી એ સહજ સ્વાદ ગણાય, પરંતુ આપણે જ્યારે સ્વાદના કહ્યામાં હોઈએ ત્યારે પ્રશ્નો ઊભા થાય છે.

[કુલ પાન : 151. કિંમત રૂ. 95. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Advertisements

એક ચમચી હળદર

એક ચમચી હળદર
ફાયદા છે અનેક ………જાણીને અચંબામાં પડશો

– ભારતીય જમણમાં મસાલાનો પ્રયોગ પ્રાચીન સમયથી થાય છે.

હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ અને શાકભાજીમાં કરવામાં આવે છે કારણ કે આ દાળ અને શાકભાજીનો રંગને પીળો કરે છે તે સાથે જ ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવે છે.

– ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધિઓથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં હળદર પાવડર મેળવીને પીવું જોઇએ.વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે
ડાયાબીટિસની સમસ્યાથી રાહત મળવામાં મદદ મળે છે.

આયુર્વેદ અનુસાર નાના-નાના પ્રયોગ કરીને તેના અલગ- અલગ લાભ ઉઠાવી શકાય છે.

– હળદર એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.

– મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.

– લીવર સંબંધી સમસ્યાઓમાં પણ તેને ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે.

– જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.

– પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

– ચહેરાના ડાઘ- ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડો. આ પેસ્ટથી માજ્ઞ તમારો ચહેરો જ નહીં નીખરે, પણ તે સાથે તમારો ચહેરો ખીલેલો રહેશે.

ફણગાવેલાં કઠોળ

ફણગાવેલાં કઠોળ તબિયત ફૂલફટાક રાખે છે
સાવ મફતમાં વિટામિનો અને જીવનરક્ષક તત્ત્વો એટલે ફણગાવેલાં મગ-મઠ

તાજું સંશોધન કહે છે કે તમે તમારા આહારનો સ્વાદ માતાનાં પેટમાં હો ત્યારથી જ જન્મ પહેલાં કેળવો છો. સાદા શબ્દોમાં માતા ગર્ભવતી હોય અને ગાજરનો રસ પીતી હોય કે વધુ સલાડ-કચુંબર ખાતી હોય તો એ બાળકને પણ કુદરતી આહારની ટેવ પડે છે. તમને તીખું તમતમતું અને રેંકડીનું કે રૂપાળી વેસ્ટર્ન રેસ્ટોરાંનો જંકફૂડ ખાવાની ઘાતક ટેવ હોય તો બાળક પણ જંકફૂડિયું થાય છે.

જો ગર્ભવતી માતા ફણગાવેલા કઠોળ ખાય તો તો બાળક માટે ભયો ભયો. ફણગાવેલા કઠોળ તદ્દન મફતમાં એબીસી વિટામિનો આપે છે. ચાવી ચાવીને ખાવાની ટેવ પાડે છે. આ વાત અમેરિકાના વિખ્યાત ઇન્વેસ્ટિગેટિવ-ફૂડ-જર્નલિસ્ટ એરિક શ્લોસરે તેના પુસ્તક‘ચ્યુ ઓન ધિસ’નામના પુસ્તકમાં લખી છે, પણ આ લેખ પૂરતું આપણે તેણે ફણગાવેલા કઠોળનાં વખાણ લખ્યા છે તેને જ વળગીએ.

બ્રિટનની અને અમેરિકાની હોસ્પિટલોમાં તેમજ મશહૂર નિસર્ગોપચારનું કેન્દ્ર મેયો ક્લિનિકમાં અવારનવાર આપણા ખોરાકના પ્રયોગો થાય છે તેમાં ફણગાવેલા મગ, મઠ અને ચણા દર્દીના આહારમાં અપાય છે. ૩૫ વર્ષ પહેલાં ફણગાવેલા કઠોળનું ઉપનિષદ હોય તેવું પુસ્તક ડો. માર્થા એચ. ઓલિવરે લખેલું તેનું નામ છે -એડ એ ફયુ સ્પ્રાઉટસ. તમારા આહારમાં થોડા ફણગાવેલા કઠોળ, મગ, મઠ, ફણગાવેલો બાજરો કે ફણગાવેલા ઘઉ ઉમેરતા રહો.

અમેરિકનોને ફણગાવેલા કઠોળનો લાભ હજી સમજાયો નથી. જર્મનો અને બ્રિટિશરો ફણગાવેલા કઠોળથી જ સવારનો નાસ્તો આજકાલ કરે છે. ડો. માર્થા ઓલિવરે લખ્યું છે કે જે છોકરીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. સૌથી મોટો ફાયદો એ છે કે કાચા ફણગાવેલા મગને તમારે ચાવી ચાવીને ખાવા પડે છે.

વોશિંગ્ટનમાં‘લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ’છે ત્યાં જઈને ભૂતપૂર્વ અને ચાલુ પ્રમુખોની બૈરીઓ માર્થા ઓલિવરનું પુસ્તક પકડે છે. મલેશિયા-સિંગાપોર પિનાંગ, શાંઘાઈ અને હવે તો મુંબઈની શાક માર્કેટમાં મહારાષ્ટ્રીયન બહેનો વાંસની છાબમાં ફણગાવેલા કઠોળ વેચે છે. મે મહિનાનો ધોમ ધખે છે ત્યારે વાતાવરણમાં ઊલટાનો ભેજ છે એટલે રાત્રે પલાળેલા મગમાંથી સવારે બધું પાણી કાઢી લો. એક સફેદ કપડામાં પોટલી બાંધો તો સાંજે ખૂબ ફણગા ફૂટી જશે.

ખાસ તો નીચલા મઘ્યમવર્ગની બહેનોને આજકાલ શાક મોંઘું લાગે તેમજ શ્રાવણ-ભાદરવામાં તો લીલોતરી શાક ખૂબ મોંઘું થાય ત્યારે લીલા શાકભાજીની ડબલ ગરજ સારે તેવા ફણગાવેલા કઠોળને સ્વાદિષ્ટ બનાવવા હળવો વઘાર કરીને તેમાં સ્વાદ પ્રમાણે મસાલો નાખીને શાકની જગ્યાએ વાપરી શકો છો. મહુવામાં મોટા ભાગના કપોળ મિત્રોની માતાઓ અમને બપોરે ભૂખ લાગે ત્યારે ફણગાવેલા મગનો નાસ્તો આપતી.

મહાન ફિલસૂફ ઈશાક સિંગર માંસાહારી હતા. તેણે જીવનનાં છેલ્લાં ૩૫ વર્ષ શાકાહાર અપનાવ્યો ત્યારે તેને કોઈ નેચરોપેથે કહ્યું કે માંસમાંથી જ પ્રોટીન મળે છે તે વાત ભૂલી જાઓ માંસમાં ફાયબર-રેષા-છીલકાં હોતાં નથી ત્યારે ફણગાવેલા કઠોળ તમને કોલસ્ટેરોલ વગરનું પ્રોટીન આપે છે અને માંસની ગરજ સારે છે. ચીનના પુરાણા આરોગ્યશાસ્ત્રીઓએ ૫૦૦૦ વર્ષ પહેલાં કઠોળને ફણગાવવાની રીત શોધી કાઢી. ચીનાઓ દરિયાઈ સફર ખેડે ત્યારે એક કોથળો ભરીને મગ લઈ જાય. લીલાં શાકભાજી ન મળે એટલે વિટામિન બી અને સીની ખોટ પૂરવા ફણગાવેલા કઠોળ ખાતા.

૧૭૭૨થી ૧૭૭૫ના ગાળામાં કેપ્ટન જેમ્સ કૂક અને તેના ખલાસીઓ તેમની સાથે લીંબુ લેતા, તેના શરબત પીતા અને લીંબુ ખલાસ થાય એટલે કઠોળને ફણગાવીને ખાતા. આને કારણે કેટલાય ખલાસી રોગોથી બચી જતા. અમેરિકાની કોર્નલ યુનિ.ના ન્યુટ્રિશનના પ્રોફેસર ડો. કલાઈવ એમ. મેક્કે જાહેર કર્યું કે ‘તમને બારે માસ લીલા શાકભાજી જોઈએ છે જે માંસના પોષક ગુણો સામે સ્પર્ધા કરે? તો તમે ફણગાવેલા કઠોળ ખાઓ. ટમેટામાંથી મળતા વિટામિન સીની ગરજ આ ફણગાવેલા કઠોળ સારશે. જોકે પ્રોફેસર કલાઈવ તો ફણગાવેલા સોયાબીન દર્દીને વધુ આપતા.

તેમનો મત છે કે ફણગાવેલા સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ મળે છે. કઠોળનું વિટામિન એ ૬૦૦ ટકા વધી જાય છે. કઠોળમાં જે સ્ટાર્ચ હોય છે તેનું અદ્ભુત પરિવર્તન થઈ તે કુદરતી શર્કરાનું રૂપ ધારણ કરે છે. તેથી જ ફણગાવેલા કઠોળ કુદરતી રીતે ગળચટ્ટા લાગે છે અને ચાવીને ખાઓ તો જલદી પચે છે. આપણા ક્રિકેટરો પરદેશ જાય અને વેસ્ટ ઇન્ડીઝ ગયેલા ત્યાં ફણગાવેલા કઠોળ ભરપૂર મળે છે.

તેમને ફણગાવેલા કઠોળ ડબલ એનર્જી આપે છે. ત્યાં મગ વધુ સારા મળે છે. ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. ગૌતમ ગંભીરને ડાયેરિયા (ઝાડા)થયેલ ત્યારે તેને ફણગાવેલા મગનો સૂપ, જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખવાય તો કેન્સર વકરતું નથી.

બ્રિટનમાં તો જવ અને રજકાના બી પણ ફગાવીને ખાય છે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો તેમના ભાતામાં ઘણાં કાચાં ખાઈ શકાય તેવાં બીજ લે છે. ત્યાં ફણગાવેલા જવ, ફણગાવેલી બદામ અને ફણગાવેલી મગફળી ખવાય છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે, આપણે તો માત્ર અડધાથી ઓછા ઇંચના ફણગાથી તુષ્ટ થઈએ છીએ, પણ મેં ચીનાના રસોડામાં ફણગાવેલા મગના બબ્બે ઇંચ લાંબા ફણગા જોયા છે.

ચીની તબીબ નુગ પેનત્સાઓ કિંગ તો કહેતા કે સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા.બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સોલ્જરો તેમજ આપણા સૈનિકોને ખાસ ફણગાવેલા કઠોળ અપાતા. પંજાબમાં ૧૯૩૮માં ઘઉનો પાક નિષ્ફળ ગયો ત્યારે તેની ગરજ સારવા બાજરાને ફણગાવીને પંજાબીઓ ખાતા. વધુ વખાણ લખવાની જરૂર નથી. તમે ઘણી વખત રીબો ફલેવીનનું સીરપ પીઓ છો, પણ પાચન સુધારવા તેની જરૂર નથી. ફણગાવેલા કઠોળમાં અઢળક રીબો ફલેવીન (પાચક સત્ત્વ) હોય છે. ચાલો આજે રાત્રે છાલિયું ભરીને મગ પલાળી બીજે દિવસે ફણગાવવાનું શરૂ કરી દો.